અભિનેત્રી મોના સિંહે બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં…

ટીવી સિરિયલ 'જસ્સી જૈસી કોઈ નહીં'થી જાણીતી થયેલી અભિનેત્રી મોના સિંહે 27 ડિસેંબર, શુક્રવારે મુંબઈમાં એનાં બોયફ્રેન્ડ અને દક્ષિણ ભારતના વતની ઈન્વેસ્ટમેન્ટ બેન્કર શ્યામ રામગોપાલન સાથે લગ્ન કર્યાં છે.


લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. મોના લાલ રંગનાં લેહંગામાં સુંદર દેખાય છે. એણે હેવી જ્વેલરી પણ પહેરી હતી.


એક વિડિયો ક્લિપમાં મોના લગ્નને લગતી વિધિ પૂરી કરતી જોવા મળે છે.


લગ્નસમારંભમાં બંનેનાં પરિવારજનો, નિકટનાં સગાંસંબંધીઓ તથા મિત્રોને જ હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.




મોના ટૂંક સમયમાં જ 'લાલસિંહ ચઢ્ઢા' ફિલ્મમાં જોવા મળશે.