ભાજપની ‘રાજકીય’ ખીચડી…

0
1668

ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમે 6 જાન્યુઆરી, રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભીમ મહાસંગમ રેલીમાં ‘સમરસતા ખીચડી’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમગ્ર લોકસભા મતવિસ્તારમાંથી હજારો લોકોએ ખીચડી ભોજનમાં સામેલ થયા હતા. 5000 કિલોગ્રામ ખીચડી બનાવવામાં આવી હતી. આ ખીચડી બનાવવા માટે 1000 કિલોગ્રામ દાળ-ચોખા, 100 કિ.ગ્રા. ઘી, 350 કિલોગ્રામ શાકભાજી, 100 લીટર તેલ, પાંચ હજાર લીટર પાણી, 70 કિ.ગ્રા. નમક તેમજ ખીચડી રાંધવા માટે 20 ફૂટ વ્યાસવાળા અને 6 ફૂટ ઊંડા એવા વિશાળ વાસણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાસણનું વજન 850 કિ.ગ્રા. હતું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દલિત સમાજના લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપે ખીચડી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમરસતા ખીચડી નાગપુરસ્થિત રસોઈયા વિષ્ણુ મનોહર તથા એમની ટીમે તૈયાર કરી હતી. ખીચડી માટેની સામગ્રીઓનું દિલ્હી ભાજપના અનુસૂચિત જાતિઓની પાંખનાં કાર્યકર્તાઓએ ત્રણ લાખ જેટલા દલિત લોકોના ઘરોમાંથી મેળવી હતી.