આશા ભોસલે ‘યશ ચોપરા એવોર્ડ’થી સમ્માનિત…

સુપ્રસિદ્ધ પાર્શ્વગાયિકા આશા ભોસલેને મુંબઈમાં ‘પાંચમા યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. પીઢ અભિનેત્રી રેખાનાં હસ્તે 84 વર્ષીય આશા ભોસલેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યશ ચોપરાના પત્ની પમેલા ચોપરા, નિર્માતાઓ બોની કપૂર, મધુર ભંડારકર, ગાયિકા અલકા યાજ્ઞિક, અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે, મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ, સંસદસભ્ય ટી. સુબ્બારામી રેડ્ડી તથા બોલીવૂડની અન્ય નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સાત દાયકા લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ જુદી જુદી 20 ભાષાઓમાં 11,000થી વધુ ગીતો ગાયા છે. 2012માં અવસાન પામેલા બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાની સ્મૃતિમાં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. ભૂતકાળમાં, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, રેખા અને શાહરૂખ ખાનને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રૂ. 10 લાખની રોકડ રકમ રૂપે આપવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]