‘વીરે દી વેડિંગ’નું ટ્રેલર લોન્ચ કરાયું…

જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ હિન્દી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું ટ્રેલર આજે 25 એપ્રિલ, બુધવારે મુંબઈમાં પીવીઆર સિનેમા, જુહુ ખાતે મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા કરીના કપૂર-ખાને મોટા પડદા પર કમબેક કર્યું છે. સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ ગર્ભધારણ અને પુત્ર તૈમુરને જન્મ આપવાને માટે કરીનાએ રૂપેરી પડદા પરથી થોડાક સમય પૂરતો બ્રેક લીધો હતો. આ ફિલ્મમાં એની સાથે છે – સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયા. ટ્રેલરમાં આ ચારેય બહેનપણીઓ ખૂબ મસ્તીનાં મૂડમાં જોવા મળે છે. ટ્રેલર લોન્ચ પ્રસંગે ચારેય અભિનેત્રીઓ પણ ઉપસ્થિત રહી હતી અને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. ‘વીરે દી વેડિંગ’ આવતી 1 જૂને રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)

સોનમ કપૂર

સ્વરા ભાસ્કર, કરીના કપૂર, શિખા તલસાનીયા

કરીના કપૂર, શિખા તલસાનીયા

શિખા તલસાનીયા

સ્વરા ભાસ્કર

સોનમ કપૂર

કરીના કપૂર-ખાન

સોનમ કપૂર, કરીના કપૂર-ખાન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]