‘સુઈ ધાગા’નો પ્રચાર કરતાં અનુષ્કા-વરુણ…

0
1220
બોલીવૂડ કલાકારો અનુષ્કા શર્મા અને વરુણ ધવને 6 સપ્ટેંબર, ગુરુવારે મુંબઈમાં એમની આગામી હિન્દી ફિલ્મ ‘સુઈ ધાગા’ના એક પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રેસ ફોટોગ્રાફરોને પોઝ આપ્યાં હતાં. ‘સુઈ ધાગા’ ફિલ્મ 28 સપ્ટેંબરે રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રચાર માટે નિર્માતાઓએ મુંબઈમાં અનેક જગ્યાએ ફિલ્મ સાથે સંકળાયેલી સીવણકામને લગતી ભારતીય હસ્તકારીગરીને પ્રદર્શનાર્થે મૂકી છે, જેમ કે દરજીઓ દ્વારા વપરાતા રંગબેરંગી દોરાઓનાં રીલ્સ, સિલાઈના મશીન્સ… આ ચીજોનાં સ્ટેચ્યૂ ઘણી જગ્યાએ મૂકવામાં આવ્યા છે.