‘બાગી 2’નું ટ્રેલર વિશિષ્ટ ઢબે લોન્ચ કરાયું…

આગામી નવી હિન્દી ફિલ્મ ‘બાગી 2’નું ટ્રેલર 21 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગને નિર્માતાઓએ વિશિષ્ટ રીતે રજૂ કર્યો હતો. ફિલ્મનો હીરો ટાઈગર શ્રોફ અને એની હીરોઈન દિશા પટની પ્રશંસકો તથા મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરવા માટે એક હેલિકોપ્ટરમાં સાથે આવી પહોંચ્યા હતા. આ ફિલ્મ 2016માં આવેલી ‘બાગી’ ફિલ્મની સીક્વલ છે અને અને આવતી 30 માર્ચે રિલીઝ થવાની છે.