‘સુપરડાન્સર 3’ના સેટ પર ટાઈગર, તારા, અનન્યા…

બોલીવૂડ કલાકારો ટાઈગર શ્રોફ, તારા સુતરીયા અને અનન્યા પાંડેએ એમની આગામી હિન્દી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'નો પ્રચાર ડાન્સ રિયાલિટી ટીવી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 3'ના સેટ પર જઈને કર્યો હતો. ત્રણેય કલાકારોએ સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. એમની સાથે શોનાં 3 જજ, બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, દિગ્દર્શક અનુરાગ બાસુ અને કોરિયોગ્રાફર ગીતા કપૂર પણ જોડાયાં હતાં. આ હરીફાઈવાળા શોમાં 4-13 વર્ષની વયનાં બાળકો એમની નૃત્ય પ્રતિભા રજૂ કરતાં હોય છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મ 10 મેએ રિલીઝ થવાની છે.


ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે
તારા સુતારિયા, ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે
શિલ્પા શેટ્ટી સાથે નાચતો ટાઈગર શ્રોફ
તારા સુતારીયા