‘સૂરમા’નું ટ્રેલર લૉન્ચ કરાયું…

સ્પોર્ટ્સ વિષય પર આગામી નવી હિન્દી ફિલ્મ ‘સૂરમા’નું ટ્રેલર 11 જૂન, સોમવારે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું. ‘સૂરમા’ એ ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સંદીપસિંહના જીવન પર આધારિત છે, જેમાં દિલજિત દોસાંજ મુખ્ય ભૂમિકા ભજવે છે. એની સાથે છે તાપસી પન્નૂ, અંગદ બેદી અને ચિત્રાંગદાસિંહ. દિગ્દર્શક છે શાદ અલી. 2006માં એક ગન શૉટમાં ઈજાગ્રસ્ત થયા બાદ સંદીપે બે વર્ષ વ્હીલચેરમાં રહેવું પડ્યું. આમ છતાં એ ફરી ઊભા થયા, શારીરિક-માનસિક રીતે જાતને સજ્જ કરી. સંદીપસિંહની કૅપ્ટનશિપ હેઠળ ભારતે 2009માં ‘સુલતાન અઝલન શાહ કપ’ તો જીત્યો જ, સાથે સાથે 2012ની ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈડ સુધ્ધાં થયું. ટ્રેલર લોન્ચ અવસરે ગીતકાર ગુલઝાર તથા સંગીતકાર ત્રિપુટી શંકર-એહસાન-લૉય, ચિત્રાંગદાસિંહ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આવી પ્રેરણાદાયી સત્યઘટના પર આધારિત ‘સૂરમા’ 13 જુલાઈએ રિલીઝ થશે.

httpss://youtu.be/c7MwlTFQBEQ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]