શિલ્પા શિંદે બની ‘બિગ બોસ 11’ વિજેતા…

કલર્સ ટીવી ચેનલ પરના જાણીતા રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સીઝનની વિજેતા ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે બની છે. 14 જાન્યુઆરી, રવિવારે લોનાવલામાં આયોજિત ગ્રેન્ડ ફિનાલેમાં બોલીવૂડ અભિનેતા અને શો સંચાલક સલમાન ખાને વિજેતા તરીકે ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલની ‘અંગૂરી ભાભી’ તરીકે જાણીતી શિલ્પા શિંદેનું નામ ઘોષિત કર્યું હતું. શિલ્પાએ બિગ બોસ હાઉસમાં એની સાથે રહેલા 17 સ્પર્ધકોને હરાવીને આ ટ્રોફી જીતી છે. શિલ્પાને ટ્રોફી ઉપરાંત ઈનામરૂપે રૂ. 44 લાખ પણ મળ્યા છે. એક પછી એક સ્પર્ધક હરીફાઈમાંથી આઉટ થયા બાદ છેલ્લે હિના ખાન સાથેની અંતિમ હરીફાઈ રહી હતી. છેવટે સોશિયલ મિડિયા પર વોટિંગમાં મળેલા સૌથી વધારે મતના આધારે શિલ્પા વિજેતા બની. 106 દિવસ સુધી ચાલેલા આ શોમાં શિલ્પાએ સમજદારીપૂર્વક ખેલ રમ્યો હતો. શિલ્પા વિજેતા તરીકે પોતાનું નામ જાહેર કરાયા બાદ લાગણીવશ થઈ ગઈ હતી અને એણે વોટિંગમાં પોતાનું સમર્થન કરનાર સૌનો આભાર માન્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]