ફિટનેસપ્રેમી શિલ્પા શેટ્ટીનો ચાહકોને નવો મંત્ર…

0
2026
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એની ફિટનેસ જાળવવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે. એ યોગવિદ્યામાં નિષ્ણાત થઈ ચૂકી છે.


આ 44 વર્ષીય અભિનેત્રીએ વર્કઆઉટ્સ કરતી એની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને એનાં ચાહકોને ફિટ રહેવા માટે એક નવો મંત્ર આપ્યો છેઃ 'આદત પાડવા માટે 30 દિવસ જોઈએ, લાઈફસ્ટાઈલ બદલવા માટે 90 દિવસ જોઈએ.'


શિલ્પાનું કહેવું છે કે શરૂઆતમાં કાયમ અવરોધો આવતા હોય છે, જેને પાર કરવાનું મુશ્કેલ રહેતું હોય છે, પરંતુ તમે જે દિવસે શરૂઆત કરો એ જ દિવસે વાસ્તવમાં તમે અડધી લડાઈ જીતી લેતા હો છો. સારી આદતો તંદુરસ્ત લાઈફસ્ટાઈલ બની જાય છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે હેલ્ધી, હેપ્પી તમે.