મહિલા પોલીસકર્મીઓ માટે ‘મર્દાની 2’નો વિશેષ શો…

રાની મુખરજી-ચોપરા અભિનીત હિન્દી ફિલ્મ 'મર્દાની 2' ગયા શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. રાનીએ એની ખાસ સહેલી અને સહ-અભિનેત્રીઓ ઉર્મિલા માતોંડકર, ઉર્વશી રાઉતેલા, પિતરાઈ બહેન તનિષા મુખરજી તથા અન્ય મિત્રો માટે તેમજ મુંબઈની મહિલા પોલીસ અધિકારીઓ માટે ફિલ્મનો સ્પેશિયલ શો 14 ડિસેંબર, શનિવારે મુંબઈમાં યશરાજ સ્ટુડિયોઝ ખાતે યોજ્યો હતો.


ઉર્મિલાએ બાદમાં પોતાના ટ્વિટર પેજ પર 'મર્દાની 2' ફિલ્મમાં જોરદાર અભિનય કરવા બદલ રાનીને અભિનંદન આપ્યાં હતાં.


ઉર્વશી રાઉતેલા સાથે રાની


તનિષા મુખરજી સાથે રાની