કરીના કરતાં સારાનો લૂક વધારે હોટ…

નવદંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે બોલીવૂડમાં એમનાં મિત્રો, ઓળખીતાંઓ, શુભેચ્છકો માટે 1 ડિસેમ્બર, શનિવારે મુંબઈમાં ગ્રેન્ડ હયાત હોટેલમાં રિસેપ્શન રાખ્યું હતું. એમાં સૈફ અલી ખાન સાથે એની અભિનેત્રી પત્ની કરીના કપૂર અને પુત્રી સારા અલી ખાન પણ આવ્યાં હતાં. સારાએ એની સાવકી માતા કરીના સાથે નહીં, પણ પિતા સૈફ અલી ખાન સાથે ઊભીને ફોટો પડાવ્યો હતો. દેખીતી રીતે કરીના કરતાં સારા વધારે હોટ લાગતી હતી, જે ઈમ્બેલિશ ગોલ્ડન ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી. સારા સામાન્ય રીતે ટ્રેડિશનલ લૂક માટે જાણીતી છે, પણ રણવીર-દીપિકાના રિસેપ્શનમાં એ વેસ્ટર્ન સ્ટાઈલમાં હાજર થઈ હતી. પાર્ટી દરમિયાન કરીના અને સારા, બંનેની હોટનેસની સારી એવી ચર્ચા થઈ હતી. સારા 'કેદારનાથ' ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ત્યારબાદ 28 ડિસેમ્બરે રણવીર સાથે સારાની 'સિમ્બા' ફિલ્મ પણ રિલીઝ થવાની છે. રણવીર-દીપિકાનાં રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, શ્વેતા બચ્ચન-નંદા, અનુષ્કા શર્મા-કોહલી, શાહરૂખ ખાન, જુહી ચાવલા, પ્રીતિ ઝીન્ટા અને એનો પતિ, જ્હાન્વી કપૂર, કરિશ્મા કપૂર, અર્જુન કપૂર, રાની મુખરજી-ચોપરા, સચીન તેંડુલકર, અંજલિ તેંડુલકર, અર્જુન તેંડુલકર, ઈશાન ખટ્ટર, રેખા, શબાના આઝમી અને જાવેદ અખ્તર, વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


કરીના, સૈફ, સોહા અલી ખાન, કુણાલ ખેમુ


સારા અલી ખાન


રણવીર સિંહ અને દીપિકા પદુકોણ
અનુષ્કા શર્મા-કોહલી


શ્વેતા નંદા, જયા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, અમિતાભ બચ્ચન


શાહરૂખ ખાન


જુહી ચાવલા


ભૂષણ કુમાર અને એમના પત્ની દિવ્યા ખોસલા
જ્હાન્વી કપૂર


કરિશ્મા કપૂર, રણવીર સિંહ
રાની મુખરજી


ઈશાન ખટ્ટર


સચીન તેંડુલકર, અર્જુન, અંજલિ તેંડુલકર


રેખા


વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર


કલ્કી કોચલીન


શબાના આઝમી, જાવેદ અખ્તર


દીયા મિર્ઝા


સોનાક્ષી સિન્હા


શિલ્પા શેટ્ટી


ઋતિક રોશન


નિર્માતા બોની કપૂર એમની બે પુત્રી - અંશુલા અને ખુશી સાથે


મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા, શ્લોકા મહેતા, રાધિકા મરચંટ, આકાશ અંબાણી, અનંત અંબાણી


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]