‘ભારત’ના પ્રચારમાં સલમાન સાથે જોડાયા પિતા સલીમ ખાન…

સલમાન ખાન એના પટકથા-સંવાદ લેખક પિતા સલીમ ખાન અને બહેન અલવીરા સાથે 31 મે, શુક્રવારે મુંબઈના બાન્દ્રાસ્થિત મેહબૂબ સ્ટુડિયોમાં એની આગામી હિન્દી ફિલ્મ 'ભારત'ના એક પ્રચારકાર્યક્રમ માટે હાજર થયો હતો તે વેળાની તસવીરો. 'ભારત' ફિલ્મ આવતી પાંચ જૂને રિલીઝ થવાની છે. એમાં સલમાન ઉપરાંત કેટરીના કૈફ, દિશા પટની, જેકી શ્રોફ જેવા કલાકારો પણ છે.


'ભારત' ફિલ્મના પ્રચાર કાર્યક્રમ માટે આવેલી અભિનેત્રી કેટરીના કૈફ