સલમાન ખાને મેટ્રો રેલવે યાર્ડમાં ‘બિગ બોસ 13’ શો લોન્ચ કર્યો…

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન કલર્સ ટીવી પર પ્રસારિત લોકપ્રિય 'બિગ બોસ' શોનો સંચાલક છે. 'બિગ બોસ'ની 13મી સીઝન 29 સપ્ટેંબરથી શરૂ થઈ રહી છે. એનું લોન્ચિંગ સલમાને 23 સપ્ટેંબર, સોમવારે મુંબઈમાં અંધેરી (વેસ્ટ)ના વર્સોવા સ્થિત મેટ્રો રેલવે યાર્ડમાં પત્રકાર પરિષદ બોલાવીને કર્યું હતું. પોતે મેટ્રો ટ્રેનમાં સવાર થઈને પત્રકાર પરિષદ સ્થળે પહોંચ્યો હતો. પત્રકાર પરિષદમાં અભિનેત્રી અમીષા પટેલ પણ હાજર હતી. એને કારણે એવી અટકળો વહેતી થઈ છે કે નવા શોમાં અમીષા પણ એક સ્પર્ધક બનશે. જોકે એ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


મિડિયા લોન્ચ કાર્યક્રમને 'બિગ બોસ સેલિબ્રિટી એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું હતું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]