સૈફ અલી ખાને ખરીદી નવી કાર…

0
1761
બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાને નવી જીપ ગ્રેન્ડ ચેરોકી SRT ખરીદી છે. ૧૩ નવેમ્બર, સોમવારે મુંબઈમાં FCA ઈન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર કેવીન ફ્લીને આ જીપની ચાવી સૈફને સુપરત કરી હતી. સૈફે નવી જીપ સાથે તસવીરકારોને પોઝ પણ આપ્યા હતા. આ જીપની કિંમત રૂ. ૧ કરોડ ૧૦ લાખ છે. આ જીપ હાલના સમયમાં સૌથી પાવરફુલ જીપ SUV ગણાય છે.
સૈફ અલી સાથે FCA ઈન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર કેવીન ફ્લીન