રણવીર સિંહે ઓલ્ડ ટ્રેફર્ડમાં ફેલાવ્યું મનોરંજનનું મોજું…

બોલીવૂડ સ્ટાર રણવીર સિંહ પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મુકાબલાને માણવાની લાલચ રોકી શક્યો નથી અને એ ઈંગ્લેન્ડ પહોંચી ગયો બંને ટીમ વચ્ચેની આઈસીસી વર્લ્ડ કપ-2019 મેચ જોવા માટે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં. ત્યાં એ તેની આગવી સ્ટાઈલમાં મનોરંજનના મૂડમાં હતો અને ઈજાગ્રસ્ત બેટ્સમેન શિખર ધવન, ભૂતપૂર્વ ક્રિકેટરો હરભજન સિંહ તથા વિરેન્દર સેહવાગ સાથે મસ્તી કરતો અને પાકિસ્તાની ક્રિકેટ પત્રકાર, ટીવી પ્રેઝન્ટર, સ્પોર્ટ્સ એન્કર જૈનબ અબ્બાસ સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, રણવીર સ્ટાર સ્પોર્ટ્સ કોમેન્ટરી બોક્સમાં પણ પહોંચી ગયો હતો અને વિરેન્દર સેહવાગ અને સંજય માંજરેકરની સાથે કોમેન્ટરી પણ આપી હતી.