તોફાની અદા સાથે રણવીર સિંહનું રેમ્પ વોક…

બોલીવૂડ એક્ટર રણવીર સિંહે 19 ઓક્ટોબર, શનિવારે મુંબઈમાં 'ધ વેડિંગ જંક્શન શો' નામના ફેશન શો વખતે રેમ્પ પર વોક કર્યું હતું. જાણીતાં બ્રાઈડલ ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા દ્વારા એમનાં દ્વારા નિર્મિત વસ્ત્ર-કલેક્શનનાં એક્ઝિબિશન અર્થે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રણવીર સિંહ ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રો માટે અભિનયની જેમ ફેશન સેન્સમાં પણ અતરંગી છે. એ ચિત્રવિચિત્ર વસ્ત્રો પહેરવા અને તોફાની ચેનચાળા કરવા માટે જાણીતો છે. એ બદલ એ સોશિયલ મિડિયા પર ઘણો ટ્રોલ પણ થાય છે, પણ એ તેની પરવા કરતો નથી. રણવીર અને સિમોન ખંબાટા સાથે એક જ સ્કૂલમાં સાથે ભણ્યાં હતાં. બંને જણ 11 વર્ષનાં હતાં ત્યારથી એકબીજાંને ઓળખે છે.


 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]