આગામી હિન્દી ફિલ્મ '83 નું શૂટિંગ સમાપ્ત થયું એની ખુશીમાં 7 ઓક્ટોબર, સોમવારે મુંબઈમાં ડર્બી (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ) ખાતે યોજવામાં આવેલી રેપ-અપ પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ સહિત ફિલ્મનાં કલાકારો અને કસબીઓએ હાજરી આપી હતી. પાર્ટીનું આયોજન દીપિકાએ કર્યું હતું. એ વ્હાઈટ ટોપ અને જીન્સમાં સજ્જ થઈ હતી.
ARTFIRST PHOTO DESIGNS
કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમે 1983માં ઈંગ્લેન્ડમાં જેમના સુકાનીપદ હેઠળ સૌપ્રથમ વર્લ્ડ કપ વિજેતાપદ હાંસલ કર્યું હતું તે કપિલ દેવના જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા ભજવી છે જ્યારે દીપિકા છે કપિલ દેવના પત્ની રોમીની ભૂમિકામાં. લગ્ન કર્યાં બાદ રણવીર અને દીપિકાની સાથે રિલીઝ થનાર આ પહેલી જ ફિલ્મ છે.
ARTFIRST PHOTO DESIGNS
ગ્રીન કાર્પેટ પર રણવીર અને દીપિકાએ ક્રિકેટ રમતાં હોય એવાં પોઝ આપ્યાં હતાં. રણવીરે બેટિંગ કરી હતી અને દીપિકાએ બોલિંગ કરી હતી.
ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS
પાર્ટીમાં રણવીર અને દીપિકા ઉપરાંત કબીર ખાન, પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભાસીન, સાકીબ સલીમ, એમી વિર્ક તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS
કબીર ખાન, મધુ મન્ટેના વર્મા, સાજિત નડિયાદવાલા નિર્મિત ’83 ફિલ્મ 2020ની 10 એપ્રિલે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.