‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું…

બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રૂપેરી પડદા પર ભારતના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનીને આવી રહ્યો છે. પીએમ મોદીના જીવનના અમુક હિસ્સા પર આધારિત હિન્દી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર 20 માર્ચ, બુધવારે મુંબઈમાં પત્રકાર પરિષદમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 'મેરી કોમ' ફિલ્મ બનાવનાર ઓમંગ કુમારે બનાવી છે. ટ્રેલર લોન્ચ પ્રસંગે વિવેક વડા પ્રધાન તરીકેના પોશાકમાં જ સજ્જ થઈને આવ્યો હતો. એની સાથે ફિલ્મના તમામ કલાકારો - બમન ઈરાની, મનોજ જોશી, બરખા બિશ્ટ-સેનગુપ્તા, ઝરીના વહાબ, રાજેન્દ્ર ગુપ્તા પણ હાજર રહ્યાં હતાં. ફિલ્મ આવતી પાંચમી એપ્રિલે રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]