રણવીર-દીપિકાનાં ઈટાલીમાં લગ્ન…

બોલીવૂડ કલાકાર જોડી – રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 14 નવેમ્બર, બુધવારે ઈટાલીના લેક કોમો ખાતે કોંકણી રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. એ પ્રસંગે એ બંનેનાં પરિવારજનો તથા અમુક ખાસ મિત્રો જ હાજર રહ્યાં હતાં. બંને જણ ભારત પાછાં ફરીને બેંગલુરુ તથા મુંબઈમાં રિસેપ્શન પાર્ટી યોજવાનાં છે. લેક કોમો ઈટાલીના ઉત્તર ભાગમાં આવેલું છે. લગ્ન પ્રસંગ ‘વિલા બેલબીનેલો’ નામના એક લેકસાઈડ મેન્શનમાં યોજવામાં આવ્યો હતો. આ સ્થળ સ્ટાર વોર્સ અને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ચમક્યું હતું. રણવીર અને દીપિકાએ એમણે સાથે કરેલી એમની પહેલી ફિલ્મની પાંચમી વર્ષગાંઠના દિવસે લગ્ન કરવાનું પસંદ કર્યું છે. લગ્ન પ્રસંગ અત્યંત ખાનગી રાખવામાં આવ્યો હતો. મિડિયાકર્મીઓને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. છતાં એએનઆઈ સમાચાર સંસ્થા અમુક તસવીરો મેળવવામાં સફળ થઈ છે. આ રહી તે તસવીરો…

ઉપરની તસવીરમાં દીપિકા પદુકોણનાં પિતા પ્રકાશ પદુકોણ (એકદમ ડાબે) નજરે પડે છે.દીપિકાનાં માતા ઉજાલા અને બહેન અનિશા બોટમાં આવી પહોંચ્યાં બાદ લગ્નસ્થળે ચાલતાં જતાં જોઈ શકાય છે. અભિનેતા સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી દીપ-વીરનાં લગ્ન સ્થળે જોવા મળી.