દીપિકા-રણવીરનાં લગ્ન, મેહંદી વિધિની તસવીરો…

બોલીવૂડ કલાકારો – દીપિકા પદુકોણ અને રણવીર સિંહ હવે પતિ-પત્ની બની ગયાં છે. બંનેએ ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમો ખાતે ખાનગી સ્તરે આયોજિત લગ્નસમારંભમાં સાત ફેરા ફર્યાં હતાં. દીપિકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એની મેહંદી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે. મેહંદી સેરેમની વખતની તસવીરોમાં બંને વરઘોડિયાને નાચતા પણ જોઈ શકાય છે. બંને જણ હવે બેંગલુરુમાં બુધવારે અને મુંબઈમાં 28 નવેમ્બરે રીસેપ્શન પાર્ટી આપવાનાં છે. નવદંપતી ગયા રવિવારે ભારત (મુંબઈ) પાછાં ફર્યાં હતાં. એમણે કોંકણી તથા સિંધી વિધિનુસાર કરેલા લગ્નની તસવીરો પણ સોશિયલ મિડિયા પર શેર કરી છે.

દીપિકા-રણવીરનાં કોંકણી રિવાજ અનુસાર થયેલા લગ્નની તસવીરો…

દીપિકા-રણવીરનાં સિંધી રિવાજ અનુસાર થયેલા લગ્નની તસવીરો…