‘પદ્માવતી’નું 3D ટ્રેલર રિલીઝ…

આગામી હિન્દી પીરિયડ ડ્રામા ફિલ્મ પદ્માવતીનું 3D ટેક્નોલોજીવાળું ટ્રેલર ૩૧ ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે શિર્ષક ભૂમિકા ભજવનાર દીપિકા પદુકોણ તથા નિર્માતા કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ આવતી ૧ ડિસેંબરે રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)