પ્રથમ ‘ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ્સ’: નામાંકનની જાહેરાત

પહેલી જ વાર આપવામાં આવનાર 'ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ્સ' માટેનાં નામાંકનોની 9 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં આયોજિત પત્રકાર પરિષદમાં બોલીવૂડ નિર્માત્રી ઝોયા અખ્તર અને અભિનેત્રી વિદ્યા બાલન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં 'અંધાધૂન', 'રાઝી', 'બધાઈ હો', 'ઓક્ટોબર', 'તુંબાડ' ફિલ્મોને નામાંકન મળ્યું છે. શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડની રેસમાં આયુષ્માન ખુરાના, વિનીત કુમાર સિંહ, ગજરાજ રાવ, રણબીર કપૂૂર, રણવીર સિંહ છે તો શ્રેષ્ઠ અભિનેત્રીનાં એવોર્ડ માટેની રેસમાં તબુ, તાપસી પન્નૂ, અનુષ્કા શર્મા, નીના ગુપ્તા, આલિયા ભટ્ટ છે. આ એવોર્ડ્સની સ્થાપના ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ દ્વારા સાથે મળીને કરવામાં આવી છે. આ એવોર્ડ્સ ભારતની આઠ મુખ્ય ભાષાઓમાં ફિલ્મનિર્માણ માટે આપવામાં આવશે. આ ભાષાઓ છેઃ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, કન્નડ, તામિલ, તેલુગુ અને મલયાલમ. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બાદ ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ્સ છે જે આટલી બધી ભાષાઓમાં આપવામાં આવશે. આ એવોર્ડ્સ એનાયત કરવાનો કાર્યક્રમ 21 એપ્રિલે મુંબઈમાં યોજવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી)


વિદ્યા બાલન


ઝોયા અખ્તર અને વિદ્યા બાલન


ઝોયા અખ્તર અને વિદ્યા બાલન


ઝોયા અખ્તર