નિક્લોડિયન કિડ્સ ચોઈસ એવોર્ડ્સ-2018…

નિક્લોડિયન કિડ્સ ચોઈસ એવોર્ડ્સ-2018 સમારંભનું 13 ડિસેંબર, ગુરુવારે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉર્વશી રાઉતેલા, સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ (ઉપર તસવીરમાં), વરુણ ધવન, દિલીપ જોશી, દીપિકા પદુકોણ, કાર્તિક આર્યન, સુશાંતસિંહ રાજપૂત જેવી અનેક બોલીવૂડ હસ્તીઓએ રેડ કાર્પેટ પર તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. આ સમારંભમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ એવોર્ડ્સના વિજેતાઓ આ પ્રમાણે છેઃ વરુણ ધવન (ફેવરિટ મૂવી એક્ટર), આલિયા ભટ્ટ (ફેવરિટ મૂવી એક્ટ્રેસ), ટાઈગર ઝિંદા હૈ (ફેવરિટ બોલીવૂડ મૂવી), સ્વેગ સે સ્વાગત (ટાઈગર ઝિંદા હૈ) – ફેવરિટ બોલીવૂડ મૂવી સોંગ, ટાઈગર શ્રોફ (ફેવરિટ ડાન્સિંગ સ્ટાર), દિલીપ જોશી – તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જેઠાલાલ (ફેવરિટ ટીવી પાત્ર-એક્ટર), મુનમુન દત્તા – તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની બબીતા ઐયર (ફેવરિટ ટીવી પાત્ર-એક્ટ્રેસ), શિન ચેન (કિડ્સ ચેનલ પર ફેવરિટ શો), મોટુ (ફેવરિટ ઈન્ડિયન ટૂન કેરેક્ટર), સબવે સર્ફર્સ (ફેવરિટ મોબાઈલ ગેમ). આ ઉપરાંત ચાર સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. જેમાં ઈશાન ખટ્ટરને ‘ન્યૂ કિડ ઓન ધ બ્લોક’, મનીષ પૌલને ‘સુલ્તાન ઓફ ધ સ્ટેજ’, દીપિકા પદુકોણને પાવરહાઉસ પર્ફોમર ઓફ ધ યર એવોર્ડ તથા હુમા કુરૈશીને મઝેદાર જજનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. (તસવીરોઃ માનસ સોમપુરા – ARTFIRST PHOTO DESIGNS)

ઉર્વશી રાઉતેલા


કાર્તિક આર્યન


વરુણ ધવન


દિલીપ જોશી


સોનાક્ષી સિન્હા
અમૃતા દેવેન્દ્ર ફડણવીસ


દીપિકા પદુકોણ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]