ધક ધક ગર્લે કરી ગણેશચતુર્થીની ઉજવણી…

13 સપ્ટેંબર, ગુરુવારથી મહારાષ્ટ્રભરમાં દર વર્ષની જેમ ગણેશોત્સવની ધૂમ મચી જશે. બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત-નેનેએ પણ આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરી છે. એણે મુંબઈમાં પોતાનાં ડાન્સ ટીવી રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર ગણપતિની મૂર્તિની પધરામણી કરાવી હતી અને પૂજા-આરતી સાથે ગણેશચતુર્થીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વરુણ ધવન અને અનુષ્કા શર્મા-કોહલીએ એમની આગામી હિન્દી ફિલ્મ ‘સુઈ ધાગા’ના પ્રમોશનની તક પણ ઝડપી લીધી હતી. આ પ્રસંગે માધુરી પરંપરાગત સાડી – ફેસ્ટિવ વેરમાં ખૂબ સુંદર દેખાતી હતી. સાડી સાથે એણે સુંદર બ્રોકેડ ડાર્ક લીલા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. ગળામાં સોનાનો નેકલેસ, કાનમાં ઝૂમકી અને હાથોમાં બંગડીઓ એની સુંદરતામાં ઓર વધારો કરતા હતા. એનો મેકઅપ પણ ધ્યાનાકર્ષક હતો. મરૂન લિપ શેડ, લાઈટ મસ્કારા અને લાલ રંગની બિંદીને લીધે એનો ઠાઠ અને ઠસ્સો બમણા વધી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]