લેક્મે ફેશન વીકમાં સુસ્મિતા બની ‘ઉમરાવ જાન’

બોલીવૂડ અભિનેત્રી સુસ્મિતા સેને મુંબઈમાં લેક્મે ફેશન વીક સમર/રિસોર્ટ 2018 ફેશન શૉમાં ડિઝાઈનર મીરા અને મુઝફ્ફર અલી દ્વારા નિર્મિત વસ્ત્રોમાં પરિધાન થઈને રેમ્પ પર વોક કર્યું હતું. સુસ્મિતા ‘ઉમરાવ જાન’નાં રોયલ લૂકમાં રેમ્પ પર હાજર થઈ હતી. ભૂતપૂર્વ મિસ યૂનિવર્સ સુસ્મિતાએ રોયલ અંદાઝમાં રેમ્પ પર એન્ટ્રી કરી હતી ત્યારે હિન્દી ફિલ્મ ‘ઉમરાવ જાન’નું ફેમસ ગીત ઈન ‘આંખો કી મસ્તી મેં’ વગાડવામાં આવ્યું હતું. સુસ્મિતા બ્રાઈડલ લૂકમાં હાજર થઈને હાઉસ ઓફ કોટવાડાની શો સ્ટોપર બની હતી.

ફેશન ડિઝાઈનર મીરા અને મુઝફ્ફર અલી સાથે સુસ્મિતા