લેક્મે ફેશન વીક-2019માં હાર્દિક પંડ્યાનું રેમ્પ વોક…

મુંબઈમાં લેક્મે ફેશન વીક-2019નો 21 ઓગસ્ટ, બુધવારથી આરંભ થયો છે. પહેલા દિવસે વડોદરાનિવાસી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ રેમ્પ પર વોક કરીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. એ ડિઝાઈનર અમિત અગ્રવાલની સાથે રેમ્પ પર હાજર થયો હતો. તે ઉપરાંત કેટરીના કૈફ, મૃણાલ ઠાકુર, ચિત્રાંગદા સિંહ, લિસા હેડન, સૈયામી ખેર, ફરહાન અખ્તર તથા એની મંગેતર શિબાની દાંડેકર સહિત અનેક બોલીવૂડ હસ્તીઓએ પણ વિવિધ ફેશન ડિઝાઈનરોનાં વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પવોક કર્યું હતું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]