કૃતિ સેનન (પાર્વતીબાઈ)નો ‘મરાઠી મુલગી’ ડાન્સ…

પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘પાનીપત’માં જે પાર્વતીબાઈનો રોલ કરી રહી છે તે અભિનેત્રી કૃતિ સેનને પરંપરાગત મહારાષ્ટ્રીયન પહેરવેશ સાથે એક ડાન્સની ઝલક દર્શાવતો રમૂજપ્રેરિત વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ વિડિયોમાં એ તેની ફિલ્મ ‘લુકા છુપ્પી’ના ‘કોકા-કોલા’ ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ વિડિયો વેનિટી વેનની અંદર શૂટ કરવામાં આવ્યો હતો. કૃતિની ‘પાનીપત’ ફિલ્મ આવતી 6 ડિસેંબરે રિલીઝ થવાની છે. જેમાં એ મરાઠા યોદ્ધા સદાશિવ ભાઉ રાવની પત્ની પાર્વતીબાઈનો રોલ કરી રહી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]