‘કેબીસી સીઝન ૯’નું સમાપન…

 

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત તેમજ જ્ઞાન તથા મનોરંજનના ભંડારને કારણે લોકપ્રિય બનેલા ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ – સીઝન ૯’ના શૂટિંગનું મુંબઈમાં સમાપન કરવામાં આવ્યું છે. ફિનાલે અથવા અંતિમ એપિસોડ વખતે બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન અને ક્રિકેટર યુવરાજ સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. યુવરાજ સિંહ અને વિદ્યા બાલને શોમાં ભાગ લઈને રૂ. ૨૫ લાખની ઈનામી રકમ જીતી હતી. યુવરાજે આ એપિસોડમાં કેન્સર સામે પોતાના જંગનું વર્ણન કર્યું હતું અને ઈનામી રકમ ‘યૂ વી કેન’ ફાઉન્ડેશનને અર્પણ કરી દીધી હતી. એ દરમિયાન યુવરાજ ભાવુક થઈને રડી પડ્યો હતો. ‘કેબીસી-૯’નો આરંભ ૨૮ ઓગસ્ટે થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]