વેડિંગ વેરમાં સજ્જ થઈને કાર્તિક, ભૂમિ, અનન્યાનું રેમ્પ-વોક…

આગામી હિન્દી ફિલ્મ 'પતિ પત્ની ઔર વોહ'નાં મુખ્ય કલાકારો - કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડેએ 17 ઓક્ટોબર, ગુરુવારે મુંબઈમાં આયોજિત ફેશન શોમાં વેડિંગ વેરમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું હતું. ત્રણેય કલાકાર જાણીતા ફેશન ડિઝાઈનર્સ - અબુ જાની અને સંદીપ ખોસલા નિર્મિત વસ્ત્રો માટે શો-સ્ટોપર્સ બન્યાં હતાં. કાર્તિકે સફેદ રંગના કુર્તા-ચુડીદાર પહેર્યા હતા અને મિરર વર્કવાળી ગુલાબી રંગની શેરવાની પહેરી હતી, ભૂમિ પીચ અને ગુલાબી રંગના લેહંગામાં સજ્જ થઈ હતી તો અનન્યાએ બટરફ્લાય-થીમવાળું ટોપ્સ અને ગ્રાફિક સ્કર્ટ્સ પહેર્યું હતું. 1978માં આવેલી, સંજીવ કુમાર, વિદ્યા સિન્હા, રંજીતા કૌર અભિનીત 'પતિ પત્ની ઔર વોહ'ની રીમેક 'પતિ પત્ની ઔર વોહ' આ વર્ષની 6 ડિસેંબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ભૂમિ કાર્તિકની પત્ની અને અનન્યા ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]