ડાન્સ રિયાલિટી શોનાં સેટ પર કરીનાએ કર્યો ડાન્સ…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં એક જજ તરીકે કામગીરી બજાવી રહી છે. મુંબઈમાં આ શોનાં સેટ પર એક એપિસોડના શૂટિંગ વખતે એણે સાથી જજીસ રફ્તાર અને બોસ્કો તથા શોનાં હોસ્ટ કરન સાથે ડાન્સ કર્યો હતો. આ જ કાર્યક્રમમાં એણે દર્શકોને જણાવ્યું હતું કે એને પણ કોઈ ફિલ્મમાં ડબલ રોલ કરવાની બહુ ઈચ્છા છે. એને શ્રીદેવીની 'ચાલબાઝ' ફિલ્મ બહુ જ ગમી હતી અને એણે તે 35 વખત જોઈ હતી. સૈફ અલી ખાન સાથે લગ્ન અને તૈમુર અલી ખાનની માતા બની એ પહેલાં કરીના મોટા રૂપેરી પડદાની ટોચની હિરોઈન હતી. તે આ પહેલી જ વાર ટીવી પડદા પર ઉપસ્થિત થઈ છે.


ડાન્સ રિયાલિટી શોનાં સેટ પર સાથી જજીસ રફ્તાર અને બોસ્કો તથા શોનાં હોસ્ટ કરન સાથે ડાન્સ કરતી કરીના
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]