‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મની ટીમના સભ્યોએ ઉજવી પાર્ટી…

આગામી બોલીવૂડ ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'ના નિર્માતા, કલાકારોએ ફિલ્મના શૂટિંગના આરંભની ખુશાલીમાં 11 નવેંબર, સોમવારે ચંડીગઢમાં પાર્ટી યોજી હતી. એમાં ફિલ્મના મુખ્ય કલાકારો - આમિર ખાન, કરીના કપૂર ઉપરાંત આમિરની નિર્માત્રી પત્ની કિરણ રાવ તથા યુનિટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ફિલ્મ હોલીવૂડની 'ફોરેસ્ટ ગમ્પ' ફિલ્મની હિન્દી રીમેક છે.