કાન્સ ફિલ્મોત્સવમાં કંગનાનો ડેબ્યૂ ગ્લેમરસ…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે ફ્રાન્સના કાન્સ શહેરમાં ચાલી રહેલા ૭૧મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 10 મે, ગુરુવારે હોટ લૂક્સમાં પ્રસ્તુત થઈને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. રેડ કાર્પેટ પર વોક કરવા માટે ‘ક્વીન’ અભિનેત્રી કંગના પારદર્શક ગાઉનમાં, કોઈ પણ પ્રકારની જ્વેલરી વિના, ન્યૂડ મેકઅપમાં હાજર થઈ હતી. એ ગાઉન જાણીતા ફેશન ડિઝાઈનર જુહૈર મુરાદે બનાવ્યો હતો. તે ગાઉન લાઈટ ગ્રે રંગનો અને પારદર્શક હતો. ત્યારબાદ ફ્રેન્ચ રીવેરા ખાતે કરાવેલા ફોટોશૂટમાં પણ કંગના એટલી જ ગજબની ગ્લેમરસ અને બોલ્ડ-એન્ડ-બ્યુટીફૂલ લાગતી હતી. આમ, કાન્સ ફિલ્મોત્સવમાં કંગનાનો પ્રથમ પ્રવેશ અત્યંત ગ્લેમરસ અને યાદગાર બની રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]