કમલે અનિલના ઘેર જઈ શોક વ્યક્ત કર્યો…

0
1797
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન, રણવીર સિંહ, દીપિકા પદુકોણ સહિત અનેક ફિલ્મી સિતારાઓએ 26 ફેબ્રુઆરી, સોમવારે મુંબઈમાં અભિનેતા અનિલ કપૂરના ઘેર જઈને એમના ભાભી-અભિનેત્રી શ્રીદેવીના નિપજેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. 54 વર્ષીય શ્રીદેવી કપૂર પરિવારના ભાણેજ મોહિત મારવાહ અને અંતરાના લગ્નપ્રસંગે હાજરી આપવા દુબઈ ગયા હતા ત્યારે 24 ફેબ્રુઆરીએ રાતે હૃદય ઓચિંતું બંધ પડી જવાથી એમનું અવસાન નિપજ્યું હતું.