જ્હાન્વીએ ફરી શરૂ કર્યું ‘ધડક’નું શૂટિંગ…

સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની મોટી પુત્રી જ્હાન્વી કપૂરે કારકિર્દીની પહેલી જ હિન્દી ફિલ્મ ‘ધડક’ માટેનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. 24 માર્ચ, શનિવારે કોલકાતાના સ્ટુડિયોમાં એણે શૂટિંગમાં ભાગ લીધો હતો. તસવીર પરથી કળી શકાય છે જ્હાન્વી ફિલ્મમાં એક સામાન્ય પરિવારની છોકરીનો રોલ કરી રહી છે. ફિલ્મમાં જ્હાન્વીનો હીરો છે ઈશાન ખટ્ટર. દુબઈમાં માતા શ્રીદેવીનાં આકસ્મિક મૃત્યુને કારણે પરિવાર પર આવી પડેલા આઘાત-શોકને કારણે જ્હાન્વીએ શૂટિંગ બંધ રાખ્યું હતું. સુપરહિટ થયેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ પરની રીમેક ‘ધડક’ આ વર્ષની 6 જુલાઈએ રિલીઝ કરવાનું નિર્માતાઓએ નિર્ધારિત કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]