બોડી શોપની બ્રાન્ડ એમ્બેસેડર જેક્લીન ફર્નાન્ડિસ…

ધ બોડી શોપ બ્રાન્ડના બ્યુટી પ્રોડક્ટ્સની નવી રેન્જના 19 એપ્રિલ, ગુરુવારે મુંબઈમાં લોન્ચ પ્રસંગે બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ તેનાં મેકઅપ આર્ટિસ્ટ શાન મુત્તાથીલની સાથે ઉપસ્થિત રહી હતી અને મેકઅપ માસ્ટર ક્લાસ વખતે તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. જેક્લીન બોડી શોપની બ્રાન્ડ એમ્બેસેડર છે. એવા અહેવાલો છે કે જેક્લીને મેકઅપ આર્ટિસ્ટ શાન મુત્તાથીલને એના જન્મદિવસ નિમિત્તે રૂ. 20 લાખની કિંમતની એક લક્ઝરી કાર ગિફ્ટમાં આપી છે. જેક્લીન એવું માને છે કે પોતાની સાથે કામ કરનારાઓને ખુશ રાખવા જોઈએ. શાન અમુક વર્ષોથી જેક્લીનનાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે.

જેક્લીન તેનાં મેકઅપ આર્ટિસ્ટ શાન મુત્તથીલ સાથે

 

જેક્લીન તેનાં મેકઅપ આર્ટિસ્ટ શાન મુત્તથીલ સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]