‘બિગ બોસ 14’ના સેટ પર સલમાને ઉજવ્યો જન્મદિવસ…

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બર, રવિવારે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મ ઉદ્યોગમાં તેના મિત્રો અને સાથીઓ તરફથી એની પર જન્મદિવસની શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. સલમાન હાલ ટીવી ચેનલ પર ‘બિગ બોસ સીઝન 14’નું સંચાલન કરી રહ્યો છે. એના સેટ પર તેણે પોતાનો જન્મદિવસ અગાઉથી ઉજવ્યો હતો. એણે સાથી અભિનેત્રીઓ રવિના ટંડન અને જેક્લીન ફર્નાન્ડિસ સાથે બર્થડે કેક કાપી હતી.

વર્ષ દરમિયાન સલમાનની ત્રણેક ફિલ્મ રિલીઝ થતી હોય છે, પણ 2020માં કોરોના વાઈરસ સંકટને કારણે એની એકેય ફિલ્મ રિલીઝ થઈ નથી. હવે 2021માં એની પાંચ ફિલ્મ આવનાર છે – રાધે, કભી ઈદ કભી દિવાલી, કિક-2, શેર ખાન, અંતિમ.

‘બિગ બોસ 14’ના સેટ પર અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે. સલમાને શનિવાર, 26 ડિસેમ્બરની મધરાતે મુંબઈ નજીક પનવેલમાં આવેલા તેના ફાર્મહાઉસમાં તેના પત્રકાર મિત્રો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો.