જેક્લીને ‘એક દો તીન’ ગીતનું શૂટિંગ પૂરું કર્યું…

‘તેઝાબ’ ફિલ્મમાં માધુરી દીક્ષિતના ડાન્સવાળા અને લોકપ્રિય બનેલા ગીત ‘એક દો તીન’ને ‘બાગી 2’ ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિસ રિક્રીએટ કરવાની છે. એ ગીત માટેનું શૂટિંગ એણે હાલમાં જ મુંબઈમાં પૂરું કરી લીધું છે. એની જાણકારી જેક્લીન, તથા કોરિયોગ્રાફર્સ – ગણેશ આચાર્ય અને એહમદ ખાને 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં પત્રકારોને આપી હતી. 90ના દાયકામાં આવેલી ‘તેઝાબ’ ફિલ્મના ‘એક દોન તીન’ ગીતમાં માધુરીનાં કોરિયોગ્રાફર હતાં સરોજ ખાન. ‘બાગી 2’માં ગણેશ આચાર્ય અને એહમદ ખાને જેક્લીનને નવી રીતે સ્ટેપ્સ શીખડાવ્યા છે. આ ગીત માટે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ જેક્લીન માટે ગુલાબી રંગનો જ ડ્રેસ તૈયાર કર્યો છે, જે રંગનો માધુરીએ ‘તેઝાબ’ના ગીત વખતે પહેર્યો હતો. ‘બાગી 2’ ફિલ્મ ‘બાગી’ની સિક્વલ છે. એમાં હીરો છે ટાઈગર શ્રોફ.

કોરિયોગ્રાફર્સ ગણેશ આચાર્ય અને એહમદ ખાન સાથે જેક્લીન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]