ચંદ્ર પર માનવીએ પગ મૂક્યાને 50 વર્ષ પૂરાં: NASA દ્વારા ફેશનેબલ ઉજવણી…

ચંદ્ર ગ્રહ પર પર માનવીએ સૌપ્રથમ વાર પગ મૂક્યો એની સ્મૃતિમાં અને એ પ્રસંગના 50મા વાર્ષિકદિનની ઉજવણી રૂપે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASA તરફથી તેના લોગો અને અમેરિકાના રાષ્ટ્રધ્વજના ચિત્રની વિશિષ્ટ ડિઝાઈનવાળા ટીશર્ટ્સ તથા અન્ય ફેશન વસ્ત્રો - 'નાસા કલેક્શન' નામે વેચાણમાં મૂક્યા છે. ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા NASAના અવકાશયાન 'એપોલો ૧૧'એ ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. પૃથ્વીની સૌથી નજીક એવા ચંદ્ર ગ્રહ પર પગ મૂકનાર પ્રથમ માનવ હતા 'એપોલો ૧૧' યાનના કમાન્ડર અને અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ. એ વખતે એમની ઉંમર હતી ૩૪ વર્ષ. હાલમાં, ૮૨ વર્ષની વયે એમનું નિધન થયું હતું.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]