આગામી હિન્દી ફિલ્મ 'હાઉસફૂલ 4'નું ટ્રેલર 27 સપ્ટેંબર, શુક્રવારે મુંબઈમાં પીવીઆર (જુહૂ) ખાતે મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા, કલાકારો - અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેષ દેશમુખ, કૃતિ સેનન, પૂજા હેગડે, કૃતિ ખરબંદા ઉપસ્થિત રહ્યાં હતાં. 'હાઉસફૂલ 4' આ વર્ષે દિવાળીના તહેવારમાં, 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. (તસવીરોઃ માનસ સોમપુરા)
ARTFIRST PHOTO DESIGNS
આ કોમેડી ફિલ્મની વાર્તા તેનાં પાત્રોનાં પુનર્જન્મ વિશેની છે. તમામ કલાકારો પત્રકાર પરિષદમાં એમના ફિલ્મી પાત્રોનાં વેશમાં જ હાજર થયાં હતા.
ARTFIRST PHOTO DESIGNS