ગૌતમ અધિકારીનું નિધન; અંતિમસંસ્કાર…

ટેલિવિઝન સિરિયલોના નિર્માતા અને મરાઠી ટીવી ઈન્ડસ્ટ્રીના સ્થાપકોમાંના એક તેમજ શ્રી અધિકારી બ્રધર્સ (સબ) ગ્રુપના સહમાલિક ગૌતમ અધિકારીનું ૨૭ ઓક્ટોબર, શુક્રવારે વહેલી સવારે લગભગ અઢી વાગ્યે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષના હતા. એમના પરિવારમાં પત્ની રંજના, એક પુત્ર અને એક પુત્રી છે. વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે બોલીવૂડ તથા ટીવી ઉદ્યોગની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. ગૌતમ અધિકારીએ એમના ભાઈ માર્કંડ અધિકારી સાથે મળીને ૧૯૮૫માં ‘સબ’ ગ્રુપની સ્થાપના કરી હતી. આ ગ્રુપની સબ ટીવી ચેનલ દેશમાં સૌથી સફળ ચેનલોમાંની એક છે. આ ચેનલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહિત અનેક હિન્દી કોમેડી સિરિયલોનું હોમ ગણાય છે.

રઝા મુરાદ

ટીવી સિરિયલ અભિનેતા શિવીન નારંગ તથા અન્યો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના કલાકાર શૈલેષ લોઢા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]