સુંદર કવિતા કૌશિકઃ સમુદ્રકિનારે ખૂબસૂરત પોઝ…

ટીવી સિરિયલ અભિનેત્રી કવિતા કૌશિકે તેની કેટલીક તસવીરો એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જે વાયરલ થઈ છે. કવિતા ટીવી સિરિયલ 'એફઆઈઆર'માં 'ચંદ્રમુખી ચૌટાલા'નાં પાત્ર તરીકે ખૂબ જાણીતી થઈ છે. કવિતા તેની ફિટનેસ વિશે પણ ખૂબ સતર્ક રહેતી હોય છે અને નિયમિત કસરત અને યોગાસન કરતી રહે છે. હાલમાં જ એ ટીવી સિરિયલ 'ડો. મધુમતિ ઓન ડ્યૂટી'માં જોવા મળી હતી.