દિશાની બિકીનીવાળી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ

બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ-એન્ડ-હોટ લૂકવાળી પોતાની નવી તસવીર પોસ્ટ કરી છે જેમાં તે પીળા રંગની બિકીનીમાં ખૂબ સુંદર દેખાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે તે દરિયામાં વચ્ચોવચ્ચ એક સર્ફબોર્ડ પર ઊભી છે અને હાથમાં લાંબી લાકડી પકડી છે. તસવીર સાથેની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘એક્વામેન ફીલિંગ’, (હું જાણે રોમન એક્વામેન હોઉં એવી લાગણી થાય છે) પરંતુ ચાહકોએ લખ્યું છેઃ ‘એક્વાવુમન.’ આ તસવીર દિશા તાજેતરમાં માલદીવ ગઈ હતી તે વખતની છે.

દિશાની નવી ફિલ્મ આવી રહી છે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, જેમાં એ સલમાન ખાન અને રણદીપ હુડા સાથે છે. તે ઉપરાંત ‘એક વિલન 2’ ફિલ્મમાં એ જોન અબ્રાહમ, અર્જૂન કપૂર અને તારા સુતરિયા સાથે ચમકશે.