દીપ-વીરનું મુંબઈમાં વેડિંગ રિસેપ્શન…

બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને દીપિકા પદુકોણે એમનાં લગ્નનું બીજું રિસેપ્શન 28 નવેમ્બર, બુધવારે મુંબઈમાં યોજ્યું હતું. હોટેલ ગ્રેન્ડ હયાતમાં આયોજિત આ રિસેપ્શનનો થીમ ગોલ્ડન અને વ્હાઈટ રાખવામાં આવ્યો હતો. આ રિસેપ્શનમાં રણવીર-દીપિકાએ એમનાં ખાસ મિત્રો તથા બોલીવૂડની હસ્તીઓને આમંત્રિત કરી હતી. દીપિકા ગોલ્ડન અને વ્હાઈટ લેહંગામાં સજ્જ હતી જ્યારે રણવીરે પણ એ જ રંગની શેરવાની પહેરી હતી. દીપિકા-રણવીરે એમનાં લગ્નનું આ બીજું રિસેપ્શન યોજ્યું છે. પહેલું રિસેપ્શન બેંગલુરુમાં યોજ્યું હતું. બેંગલુરુનું રિસેપ્શન દીપિકાનાં પરિવારે અને મુંબઈનું રિસેપ્શન રણવીરના પરિવારે યોજ્યું હતું. બંનેએ ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. (તસવીરોઃ માનસ સોમપુરા - આર્ટફર્સ્ટ ફોટો ડિઝાઈન)


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS
ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]