દીપિકા પદુકોણની મીણની પ્રતિમાનું અનાવરણ…

બોલીવૂડ દીપિકા પદુકોણે 14 માર્ચ, ગુરુવારે લંડનમાં મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે એની સાથે એનો પતિ અને અભિનેતા રણવીર સિંહ પણ હતો. દીપિકાની પ્રતિમા અસ્સલ એનાં જેવી જ દેખાય છે. આ વેક્સ સ્ટેચ્યૂ દીપિકાએ 2016માં મેડ્રિડમાં યોજાઈ ગયેલાં IIFA એવોર્ડ્સ સમારંભ વખતે રાખેલા લુકની પ્રતિકૃતિ છે. એ વખતે દીપિકા શેમ્પેન રંગનાં જે લેહંગા અને સાથે ડાયમંડ-ઈમેરાલ્ડ નેકપીસ તથા ઈયરિંગ્સમાં સજ્જ થઈ હતી તે લુક આ પ્રતિમામાં દર્શાવવામાં આવ્યો છે. પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે દીપિકા અને રણવીર, બંનેનાં પરિવારજનો પણ હાજર રહ્યાં હતાં. મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા ઉપરાંત અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય-બચ્ચન અને માધુરી દીક્ષિતની પણ મીણની પ્રતિમાઓ મૂકવામાં આવી છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]