રણવીર-દીપિકા પહેલી લગ્નતિથિએ તિરુપતિ મંદિરમાં…

બોલીવૂડ કલાકાર દંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 14 નવેંબર, ગુરુવારે એમનાં લગ્નની પહેલી વર્ષગાંઠ નિમિત્તે આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા તિરુપતિ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા.


દીપિકા અને રણવીર, બંનેએ મુલાકાતની તસવીરો પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરતાં એ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. રણવીર-દીપિકા ભગવાન વેંકટેશ્વરનાં આશીર્વાદ મેળવવા માટે તિરુપતિ મંદિરમાં ગયા હતા.


દીપિકા લાલ રંગની જરીવાળી દુલ્હન સાડીમાં તેમજ ગોલ્ડ નેકલેસ અને ટેમ્પલ જ્વેલરીમાં સજ્જ થઈ હતી. કાનમાં મોટા ઝૂમકાં પણ પહેર્યાં હતાં. એણે તેનાં વાળનો નાનો અંબોડો વાળ્યો હતો, સેંથામાં સિંદુર પૂર્યું હતું.


રણવીર સિંહ ઓફ્ફ વ્હાઈટ રંગની શેરવાનીમાં હેન્ડસમ દેખાતો હતો. એણે ખભા પર બ્રાઈટ ગુલાબી સિલ્ક દુપટ્ટો પણ રાખ્યો હતો, જે કદાચ મંદિરની પૂજાની વિધિનો હિસ્સો હોઈ શકે.








[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]