અબુ જાની-સંદીપ ખોસલાનાં ફેશન શોમાં દીપિકાનો રોયલ લુક…

જાણીતા ફેશન ડિઝાઈનર ભાગીદાર - અબુ જાની અને સંદીપ ખોસલાએ ફેશન ઉદ્યોગમાં સાથે મળીને કામ શરૂ કર્યાને 33 વર્ષ પૂરા કર્યા એ નિમિત્તે તેમણે મુંબઈમાં એક ખાસ ફેશન શોનું આયોજન કર્યું હતું. એમાં 'પદ્માવત' ફિલ્મની અભિનેત્રી દીપિકા પદુકોણ એ શોમાં ફેબ ડિઝાઈનર જોડી માટે શોસ્ટોપર બની હતી. એ આઈવરી રંગના મિરર-વર્ક લેહંગા સજ્જ થઈ હતી અને ખૂબ શાહી ઠાઠવાળી, જાજરમાન લાગતી હતી. કાર્યક્રમમાં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, સોનાલી બેન્દ્રે, અભિષેક બચ્ચન, ઈશા અંબાણી-પિરામલ, શ્લોકા અંબાણી, રાધિકા મરચંટ, શનાયા કપૂર, મહિપ કપૂર, ભાવના પાંડે, સુઝેન ખાન ઉપસ્થિત રહ્યાં હતાં.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]