રેડ કાર્પેટ પર ગ્રીનમાં સજ્જ થઈઃ દીપિકા છવાઈ ગઈ…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે મુંબઈમાં 19 જૂન, બુધવારે યોજાઈ ગયેલા ગ્રેઝિયા મિલેનિયલ એવોર્ડ્સ કાર્યક્રમમાં એનાં ડ્રેસને કારણે છવાઈ ગઈ હતી. તે કાર્યક્રમમાં રેડ કાર્પેટ સ્વાગત વખતે ઈલેક્ટ્રિક ગ્રીન આઉટફિટમાં સજ્જ થઈને પહોંચી હતી. એનાં ડ્રેસ સાથે લાંબું કેપ ડીટેલ પણ હતું. એણે માથામાં એ જ લીલા રંગની હેડ-બેન્ડ પણ બાંધી હતી. એને કાર્યક્રમમાં મિલેનિયલ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાધિકા આપ્ટે, વિકી કૌશલ, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, જેવા કલાકારો પણ હાજર હતાં. જ્હાન્વી પણ ગુલાબી રંગના પેન્ટસૂટમાં અને હોઠ પર બોલ્ડ પિન્ક લિપ્સ્ટીક સાથે ખૂબ જ સુંદર લાગતી હતી.
જ્હાન્વી કપૂર


જ્હાન્વી કપૂર


રાહુલ ખન્ના


રાધિકા આપ્ટે


વિકી કૌશલ


અનન્યા પાંડે


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]