દીપિકા-રણવીરે સિદ્ધિવિનાયક મંદિરે જઈને દર્શન કર્યાં…

બોલીવૂડ કલાકારો અને નવદંપતી બનેલાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહ 30 નવેમ્બર, શુક્રવારે મુંબઈમાં પ્રભાદેવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગયાં હતાં અને ત્યાં દર્શન કરી એમનું લગ્નજીવન સુખમય બની રહે એ માટે ભગવાન પાસે આશીર્વાદ માગ્યાં હતાં. એમને જોવા માટે મંદિરની બહાર પ્રશંસકોનું ટોળું જમા થયું હતું. નવવિવાહીતો સાથે દીપિકાનાં માતા, પિતા પ્રકાશ પદુકોણ, રણવીરનાં પિતા જગજીત ભવનાની પણ ઉપસ્થિત હતાં. દીપિકા-રણવીરે ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યાં હતાં.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]