‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’… હજી શો ચાલુ છે, 1200 અઠવાડિયા થયા

0
3078
યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત, શાહરૂખ ખાન, કાજોલ દ્વારા અભિનીત હિન્દી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મે બોલીવૂડના ઈતિહાસમાં વિક્રમ કર્યો છે. ૧૯૯૫ની ૨૦મી ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ ૨૩ વર્ષની થઈ છે. ફિલ્મ હજી પણ મુંબઈના થિયેટરમાં જોવામાં આવે છે. એના શો હજી પણ ચાલુ છે. દક્ષિણ મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં આ ફિલ્મે સતત 1200 અઠવાડિયા પૂરા કરી લીધા છે.